Tuesday, August 18, 2015

મેહુલો

          - હરિભાઇ ડી.પટેલ  "નાશાદ"

 

વાદળ ગડ ગડ ગાજે છે,

       આભે   નગારાં  વાગે   છે  !

મેહુલો છમ્મ છમ્મ વરસે છે,

        વીજળી ચમ્મ ચમ્મ ચમકે છે  !

સરિતા સરવર છલકે છે,

         ઊજડ  ધરતી  મલકે છે  !

વાયરો તોફાની વાય છે,

         છત્રી કાગડો થૈ જાય છે  !

બાલુડાં છબ છબ નહાય છે,

          ઇ  કેવાં  રાજી  થાય  છે  !

ખન ખન ઘૂઘરા વાગે છે,

          બળદિયા ખેતર પા ભાગે છે  !

મોરલા મસ્ત થૈ નાચે છે,

          દેડકાં   છાતી   કાઢે   છે  !

No comments:

Post a Comment