બાળવિશ્વના ચાહકોને

         આ બ્લોગ પર બાળકો માટે જે કંઇ સાહિત્ય કે માહિતી મૂકાય છે તેને વિશ્વના વિશાલ ફલક પર વસતા આપણાં ગુજરાતી પરિવારોના બાળકો સુધી પહોંચાડવામાં સહાયભૂત થવા હું આપ સૌના સહકારની  અપેક્ષા રાખું છું. જો આપ નીચે જણાવેલ કાર્યોમાંથી આપને ગમે તે એકાદ કાર્ય કરશો તો પણ હું આપનો ખૂબ આભારી થઇશ.મને આપનામાં વિશ્વાસ જ નહિ, બલ્કે શ્રદ્ધા પણ છે કે આપ સૌ મારા આ શુભ કાર્યમાં જરૂર મદદ કરશો જ. તો આવો, મિત્રો આપણે સૌ ભેગા મળીને આપણી ગરવી ગુર્જર ભાષાને આખા ય વિશ્વમાં ગુંજતી અને કલરવતી કરીએ.આપનો શુભેચ્છક - હરિ પટેલ (આચાર્ય)

૧. આપણા ગુજરાતી પરિવારોને આ "બાળવિશ્વ" બ્લોગ અને તેમાં મૂકાતી માહિતી અને બ્લોગના URL એડ્રેસ http://childworldweb.blogspot.com ની જાણકારી આપો.
૨. તમે અથવા તમારા મિત્રવર્તુળમાં જે મિત્રો લેખનપ્રવૃત્તિમાં રસ ધરાવતા હોય તેઓને આ બ્લોગના વિવિધ વિભાગો માટે સાહિત્ય-સામગ્રી  નિયમિતપણે લખી મોકલવા પ્રેરિત કરો.
૩. જો તમો શિક્ષક-પ્રોફેસર કે અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા હો તો આપની સંસ્થાની પ્રવૃત્તિઓ વિશેના સમાચાર ફોટો સાથે આ બ્લોગના "બાળવિશ્વ ન્યૂઝ બુલેટિન" વિભાગ માટે મારા ઇ-મેઇલ એડ્રેસ haridpatelaniod@gmail.com અથવા આ બ્લોગની જમણી બાજુના કોન્ટેક્ટ ફોર્મ દ્વારા મોકલી આપો.
૪. આપના કે આપની જાણમાં હોય તેવા કોઇપણ બાળકે કોઇપણ ક્ષેત્રમાં  વિશેષ સિદ્ધિ મેળવી હોય તો તેના પાસપોર્ટ ફોટો સાથેની માહિતી "મારું પાનું, મારી વાત" વિભાગ માટે મારા ઇ-મેઇલ એડ્રેસ haridpatelaniod@gmail.com પર મોકલી આપો.
૫. જો તમે ફેસબુક, વોટસએપ, બ્લોગ કે વેબસાઇટ ધરાવતા હો તો  આ બ્લોગના URL http://childworldweb.blogspot.com ને શેર કરો અથવા તામારા બ્લોગ કે વેબસાઇટ પર આ બ્લોગ "બાળવિશ્વ" ના URL ની લિંક આપો
૬. જો તમે ગુજરાતી ભાષાના ચાહક અને સાહિત્યરસિક હો તો આ બ્લોગને નિયમિત રીતે માણતા રહો અને તેના વિશે મિત્રોમાં ચર્ચા કરતા રહો તેમજ સૂચનો- અભિપ્રાય મોકલી મને પ્રોત્સાહિત કરતા રહો. 
            તો મિત્રો, આ બ્લોગની મુલાકાત લેતા રહેજો અને મદદરૂપ થતા રહેજો. આભાર ! જય જય ગરવી ગુજરાત! No comments:

Post a Comment