બાળ નામાવલિ

      શિશુનું નામકરણ (Child's Names)
(બાળકોનાં નામો)

     
  નવજાત શિશુનું નામકરણ કરવું એ એક અગત્યની ઘટના છે. કારણ  નામ આજીવન તેની સાથે રહે છે.કોઇપણ વ્યક્તિ જીવનભર તેના નામ વડે જ ઓળખાય છે.આથી નવજાત શિશુનું નામકરણ કરવાનું હોય ત્યારે તેના નામની શોધ શરૂ થાય છે.પહેલાંના જમાનામાં આ અધિકાર ફઇબાને હતો.ગામ-લત્તાનાં અન્ય નામો જોઇને ફઇબા એક નામ પસંદ કરતાં.જેથી પહેલાંના જમાનામાં એક જ પ્રકારની નામધારિ વ્યક્તિઓ વધારે જોવા મળતી. આજે જમાનો બદલાયો છે.દરેક માબાપને પોતાનાં શિશુનું નામ કંઇક અલગ કે વિશિષ્ટ રાખવાની ખેવના હોય છે.વળી, કોઇ પરદેશી નામો પાડવા ઇચ્છુક હોય છે. એટલે જ્યારે નામની શોધ કરવાની હોય ત્યારે બધાને એક જ સવાલ થાય છે- ક્યું નામ રખવું ? આ સારું કે તે સારું ? આવા સમયે જો નામોની રાશિ,અર્થ કે ધર્મ અનુસાર પસંદગી કરવાની તક મળે તો માબાપ પોતાને વધુ સારું લાગે   તેવું નામ શોધીને પાડી શકે છે..આ માટે નીચેની લિંકો ખૂબ જ ઉપયોગી થઇ પડશે.શિશુનું રાશિ, અર્થ  કે ધર્મ મુજબ નામ પાડવામાં ઘણી સરળતા રહેશે. અહીં નામોના અસંખ્ય વિકલ્પો જોવા મળશે.
    શિશુનું નામકરણ કરતી વખતે નીચેની બાબતો ધ્યાને રાખવી ખૂબ જરૂરી હોય છે.
૧. કોઇપણ નામ પાડતાં પહેલાં તેનો અર્થ જાણી લેવો જરૂરી છે.નામ અર્થસભર હોવું જોઇએ.
૨.જો રાશિ પ્રમાણે નામ પાડવું હોય તો પ્રથમ બાળકની રાશિ કઢાવી લેવી જોઇએ.
૩. વિદેશી નામ પાડતાં પહેલાં એ જાણી લેવું જોઇએ કે તે નામ સરળતાથી બોલી શકાય છે કે કેમ? કારણ,જો નામ બોલવામાં સરળતા નહી હોય તો લોકો તેના નામનું અપભ્રંશ કરીને તેને બીજા નામે  બોલાવશે. 
૪. ટૂંકુ અને બોલવામાં સરળ હોય તેવું નામ જ પસંદ કરવું જોઇએ.
૫.અંગ્રેજી નામ પાડતાં પહેલાં તેના સ્પેલિંગમાં કેટલા અક્ષરો છે  તે ધ્યાને લેવા જરૂરી છે.સ્પેલિંગના અક્ષરો ઓછા હોય તો બાળકનું નામ લખવામાં સરળતા રહે છે.
૬.શિશુનું નામ માબાપના નામ સાથે બોલાય કે લખાય ત્યારે બંધબેસતું હોવું જોઇએ (ખાસ કરીને પિતાના નામ સાથે)
૭. ઘણા નામો એવા હોય છે કે જે છોકરા-છોકરી બન્ને માટે કોમન હોય  છે.આવાં નામો પસંદ ન કરવા જોઇએ.

      શિશુના નામની પસંદગી કરવા માટે નીચેની લિંકો પર ક્લિક કરો..


૧. http://www.indianhindunames.com

૨. http://www.bachpan.com


૩. http://babynames.indobase.com

૪. http://www.hiren.info/indian-baby-names

૫. http://www.indiaparenting.com/names


૬. www.hindunames.net

૭.  www.namepedia.org

૮. http://my.zazi.com/kids/names
No comments:

Post a Comment