અજબ ગજબ

       બાળમિત્રો, આ  વિભાગમાં અજબ ગજબની માહિતી મૂકવામાં આવશે. જે જ્ઞાન સાથે નવાઇ પમાડે તેવી અને વાંચવી ગમે તેવી હશે. 

વૃક્ષો અને છોડની કેટલીક વિશેષતાઓ વિશે જાણો

તમે ક્યારેય એ જાણવા પ્રયત્ન કર્યો છે કે-

*  વડ અને પીપળાના ઝાડને ફૂલ આવતાં નથી.
*  કેરડાના ઝાડને પાન આવતાં નથી.
*  નાળિયેરી, ખજૂરી અને તાડના ઝાડને ડાળીઓ 
    આવતી નથી.
*  ગુલમહોરને ફળ આવતાં નથી.
*  અમરવેલને  મૂળ હોતું નથી.
*  ચંપાના ફૂલ પાસે ભમરો આવતો નથી.
*  રાતરાણીનું ફૂલ રાત્રે મહેંકે છે.
*  કમળનું ફૂલ દિવસે ખીલે છે ને રાત્રે બિડાઇ  
    જાય છે.
*  પોયણું રાત્રે ખીલે છે ને દિવસે બિડાઇ જાય છે.
*  બોગનવેલના ફૂલને વાસ આવતી નથી.
*  કેળને એક જ વાર ફળ આવે છે.



દરિયામાં મોતી કેવી રીતે બને છે ?


        બાળમિત્રો, મોતી દરિયાઈ પ્રાણીના શરીરમાં પેદા થાય છે. કાલુ નામની માછલી (છીપ) મોતી પેદા કરે છે. એટલે જ તો મોતી એ દરિયાઈ પેદાશ છે,એટલે હીરા-માણેકની માફક એ જમીનમાંથી નથી મળતું. મોતીમાં કોઇ કિંમતી દ્રવ્ય પણ નથી, પરંતુ તેના રંગ, આકાર અને ચળકાટને લીધે તેની કિંમત અંકાય છે.  
    દરિયાને તળીયે આ કાલુ નામની છીપ હોય છે.તેની નીચલી અને ઉપલી સપાટી ઢાલ જેવી ઉપસેલી હોય છે.તેનું આ આવરણ ખૂબજ સખત અને મજબૂત હોય છે.આ આવરણની વચ્ચેનો જીવ કોમળ અને નરમ હોય છે.આ આવરણની ફાટમાંથી ક્યારેક રેતીના કણ અંદર ઘૂસી જાય છે.ત્યારે કાલુને ખૂબ બળતરા થાય છે.આ બળતરા દૂર કરવા માટે તે ચોક્કસ પ્રકારનું પ્રવાહી રસનું આવરણ તે કણની આસપાસ ફેલાવે છે.આ પ્રવાહી થોડા સમય બાદ ત્યાં થીજી જાય છે.જે અમુક સમય બાદ ગોળ આકારનું મોતી બને છે.માછીમારો પૈસાની લાલચે જાતે જ રેતીનો કણ છીપની ફાટમાંથી અંદર દાખલ કરે છે અને મોતી બનાવવા માટે તેને ફરજ પાડે છે.આ મોતી કાઢવા માટે કાલુની હત્યા કરવી પડે છે.મોતી મેળવીને પૈસા કમાવવા માટે માછીમારો અને મરજીવા આ રીતે અસંખ્ય કાલુઓનો નાશ કરે છે.
         
વધુ માહિતી હવે પછી .... મુલાકાત લેતા રહેશો.



No comments:

Post a Comment