Sunday, June 4, 2017

મમ્મી પપ્પાનો ઝઘડો


                                                     (બાળકાવ્ય)

             - હરિભાઇ ડી. પટેલ નાશાદજે  દિ પપ્પાનો  મૂડ  બગડે,  

તે દિ નક્કી મમ્મી જોડે ઝઘડે !

લંચ ટાણે પપ્પા પ્લેટ પછાડે,  

નહિ   ખાવાનો   ડોર   કરે !

હું ને  બહેની  ખામોશ થઇને

તમાશો બધો જોયા કરીએ !

પપ્પા  આંખોના   ડોળા કાઢે,

મમ્મી     વેલણ      બતાવે;

ખાલી ખાલી ખૂંખારા ખાય પપ્પા,

ખોટેખોટ્ટી    બાંયો    ચઢાવે !

ઓફિસમાં  તો  બોસ પપ્પા.

પણ મમ્મી આગળ નાયબ !

મમ્મી  પાડે  એક  જ ઘાંટો,

કે પપ્પાનો  ગુસ્સો  ગાયબ !

જે દિ પપ્પાનો  મૂડ  બગડે, 

તે દિ નક્કી મમ્મી જોડે ઝઘડે !


No comments:

Post a Comment