Tuesday, October 6, 2015

સામાન્ય જ્ઞાન ક્વિઝ - ૨


    (જનરલ નોલેજ) 
       - લેખન : હરિ પટેલ (આચાર્ય)  
         childworldweb.blogspot.in    
    દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરો. (દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે.)

1.  મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
    (અ)  સાબરકાંઠા

    (બ)  અમદાવાદ

    (ક)   મહેસાણા

    (ડ)   અરવલ્લી


2.  દિલ્લીમાં આવેલો લાલકિલ્લો કોણે બંધાવ્યો હતો ?
   (અ)  અકબરે

   (બ)  બીરબલે

   (ક)  શાહજહાંએ

   (ડ)  હુમાયુએ

૩.  એફિલ ટાવર કયા દેશમાં આવેલો છે ?
   (અ)  ચીનમાં

   (બ)  ભારતમાં

   (ક)   જાપાનમાં

   (ડ)   ફ્રાન્સમાં

4.  આ બ્લોગના હેડર પર (મથાળે) કુલ કેટલાં બાળકોનાં ફોટા છે ?
   (અ)   10

   (બ)   11

   (ક)    12

   (ડ)   13

5.  ખન ખન ઘૂઘરા વાગે છે આ પંક્તિ કયા બાળગીતની છે ?
   (અ)   મેહુલો

   (બ)   રંગ રંગ વાદળિયાં

   (ક)   હાલો ભેરૂ ગામડે

   (ડ)   ચાલોને રમીએ હોડી હોડી

6.  ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
   (અ)   કબૂતર

   (બ)   સુરખાબ

   (ક)   કોયલ

   (ડ)   મોર

7.  ભારતનાં કુલ રાજ્યો કેટલા છે ?
   (અ)  23 રાજ્યો

   (બ)  29 રાજ્યો

   (ક)  33 રાજ્યો

   (ડ)  39 રાજ્યો

8.  જનની  એટલે શું ?
   (અ)  બહેન

   (બ)  માસી

   (ક)   માતા

   (ડ)   બહેનપણી

9.  હાલો ભેરુ ગામડે  ગીતના કવિ કોણ છે ?

(અ) નાથાલાલ દવે

(બ) રમેશ પારેખ

(ક) ઉમાશંકર જોશી

(ડ) સુન્દરમ્

10.  મોઢેરાનું સૂર્યમંદિર કેટલાં મુખ્ય અંગો ધરાવે છે ?
   (અ)  ત્રણ

   (બ)  ચાર

   (ક)   સાત

   (ડ)   આઠ



ગુજરાતી સામાન્ય જ્ઞાન ક્વિઝ-૨

(જનરલ નોલેજ)

સાચા ઉત્તરો
પ્રશ્ન
ઉત્તર
પ્રશ્ન
ઉત્તર
1
6
2
7
3
8
4
9
5
10



        આ ક્વિઝના સાચા ઉત્તરો આ માસની છેલ્લી તારીખે અપાશે.ત્યાં સુધી તમારા ઉત્તરો પ્રશ્નવાર કાગળ પર લખી રાખજો.કેટલા સાચા અને કેટલા ખોટા પડ્યા તેનું તમે જાતે જ મૂલ્યાંકન કરજો અથવા તમારા વાલી, ભાઇ-બહેન કે શિક્ષકની મદદ લેજો.ખોટા પડેલા ઉત્તરો સુધારીને યાદ રાખજો.જેથી તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય. તો છેલ્લી તારીખની રાહ જુઓ. 
        આપનો શુભેચ્છક - હરિ પટેલ (આચાર્ય)


No comments:

Post a Comment