જોડકણાં

આ પેજ પર બાળકોને પ્રિય જોડકણાં મૂકવામાં આવશે.



***


                        બે જોડકણાં
                                 - હરિભાઇ પટેલ "નાશાદ"


                                 ૧. ઘોડો


ઘોડો ચાલે  ધબ  ધબ,
ધરા  ધ્રૂજે   ધમ   ધમ,
રંગે કાળો, ડિલે તગડો,
ઘોડો મારો, ભમે વગડો !

                              ૨. સસલાભાઇ 

  
સસલા  ભૈ કૂદતા  જાય,
ખેતર-વાડી ખૂંદતા જાય,
રંગે   ધોળા   ચૂના જેવા,
ડીલે  પોચા  રૂના  જેવા !


વધુ હવે પછી.. જોતા રહેશો આ પેજને.



No comments:

Post a Comment