Wednesday, May 18, 2016

Children Poem-Koyal


            કોયલ  

        (બાળગીત)

           -હરિભાઇ ડી. પટેલ નાશાદ

કોયલ  ભલે  કાળી કાળી,

મીઠી - મધુર એની વાણી !

       કુઊ   કુઊ   બોલે,

       એના સૂરે લોક ડોલે !

ડોલે કંઇ  ફૂલોની  ક્યારી, 

મીઠી - મધુર એની વાણી !

        વનમાં     બોલે,

        ઉપવનમાં બોલે.

બોલે એતો આંબા - ડાળી,

મીઠી - મધુર એની વાણી !

       વસંતની યાદ દે,

       વર્ષાને  સાદ  દે.

એના બોલે  બરસે  પાણી !

મીઠી - મધુર એની વાણી !

No comments:

Post a Comment