બાળવિશ્વ બ્લોગ વિશે

        બાળકોને વિશ્વ સાથે જોડતો સેતુ એટલે "બાળવિશ્વ"  બ્લોગ ! આ ગુજરાતી બ્લોગનો હેતુ બાળકોને મનગમતાં ગુજરાતી બાળગીતો / બાળકાવ્યો / ઉખાણાં / જોડકણાં / વાર્તાઓ તેમજ પુસ્તકો અને  જનરલ નોલેજ વગેરેથી પરિચિત કરાવવાનો છે. જેથી તેઓમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ જાગૃત થાય તેમજ ગુજરાતી ભાષામાં  સજ્જતા કેળવી શકે .વળી, તેમના જ્ઞાનમાં વધારો થાય તેમજ તેઓ ઇન્ટરનેટનો સદુપયોગ  કરતાં પણ શીખી શકે. આ માટે તેમના વાલીઓ અને શિક્ષકો તેમજ હિતચિંતકોએ તેઓને બ્લોગ અને વેબસાઇટો તેમજ તેના ઉપયોગ વિશે માહિતી આપવી પડશે.આજના બાળકો ફેસબુક અને ગેઇમો પાછળ કિંમતી સમય બગાડે છે. તેઓને આવા બ્લોગ તરફ વાળવાની ફરજ આપણા સૌની છે.તો આપ સૌ આ બાબતે જરૂર ધ્યાન આપશો એવી મારી આપને નમ્ર વિનંતી છે. 
        આપનો શુભેચ્છક  - હરિ પટેલ (આચાર્ય) 
No comments:

Post a Comment