Friday, April 29, 2016

જાવું નિશાળ

(બાળગીત)

       - હરિભાઇ ડી. પટેલ નાશાદ
જાવું નિશાળ,

મારે જાવું નિશાળ,

થાવું વિશાળ,

મારે જાવું નિશાળ...જાવું0

ગુરૂ ચરણે નમવું,

મારે સહુના હૈયે ગમવું;

હોશે ઘણું ભણવું,

મારે ગાંધી-વલ્લભ બનવું...જાવું0

દુનિયા આખ્ખી ભમવું,

મારે સાતેય દરિયા તરવું !

મૂઠી ઊંચેરા બનવું;

મારે કામ એવું કરવું...જાવું0
No comments:

Post a Comment