Sunday, June 4, 2017

હોડી

(બાળગીત)

        - હરિભાઇ ડી. પટેલ 'નાશાદ'



હોડી   તરે,  મારી   હોડી  તરે;
કેવી મઝાની મારી હોડી તરે !
        ડગમગ ડગલાં ભરે;
        ચાલી  ઊભા  રેલે,
સરિયામ  રસ્તે   સહેલ   કરે;
કેવી મઝાની મારી હોડી તરે !
       ક્યાંક    નમી  પડે;
       તોયે   તરતી  રહે,
જગનું  લોક  એને જોયા કરે;
કેવી મઝાની મારી હોડી તરે !