- પિનાકિન ત્રિવેદી
વરસ્યો વરસાદ ખૂબ આજે મૂશળધાર,
ઝરણાં નાનાં
જાય દોડી દોડી.ચાલોને...
બાપુનાં છાપ્પાં નક્કામાં થોથાં,
કાપીકૂપીને
કરીએ હોડી. ચાલોને...
સાદી ને સઢવાળી, નાની ને મોટી,
મૂકીએ પવનમાં
છોડી છોડી.ચાલોને...
ખાલી રાખેલી ઊંધી વળે તો,
પાંદડાં ને
ફૂલ ભરું તોડી તોડી.ચાલોને...
જાશે દરિયાપાર પરીઓના દેશમાં,
સૌથી પહેલી દોસ્ત ! મારી હોડી.ચાલોને...
**********
No comments:
Post a Comment