Friday, April 29, 2016

રૉબોટ


(બાળકાવ્ય)

       - હરિભાઇ ડી. પટેલ નાશાદ



રૉબોટ    મારો    ચાલે,

રિમોટના   તાલે   તાલે.

બેની મારાં હસતાં જાય,

રૉબોટ બંદા  કૂદકા ખાય.

ભાઈબંધો સહું ભેગા થાય,

રૉબોટ મારો ફૂદરડી ખાય.

ખાતો  નથી,પીતો  નથી,

રૉબોટ કદી થાકતો નથી.

હરતો  રહે,   ફરતો  રહે,

ઘર  આખું ગજવતો રહે.

હું   થાઉં  રાજી  રાજી,

દાદીમા બોલે હાજી હાજી.

No comments:

Post a Comment