Sunday, September 6, 2015

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ,

           પ્રભુ,  એવું  માંગું  છું.

રહે જનમો જનમ તારો સાથ,

           પ્રભુ,  એવું  માંગું  છું...ભક્તિ

તારું  મુખડું  મનોહર  જોયા  કરું...(2)

રાત-દાડો ભજન તારું બોલ્યા કરું...(2)

રહે અંત સમય તારું ધ્યાન,

           પ્રભુ,  એવું  માંગું  છું...ભક્તિ

મારી આશા નિરાશા કરશો નહિ...(2)

મારા અવગુણ હૈયામાં ધરશો નહિ...(2)

શ્વાસે શ્વાસે રટું તારું નામ,

           પ્રભુ,  એવું  માંગું  છું...ભક્તિ

મારા પાપ ને તાપ સમાવી દેજો...(2)

તારા નંદુ ને દાસ બનાવી દેજો ...(2)

દેજો આવીને દર્શનનાં દાન,

           પ્રભુ,  એવું  માંગું  છું...ભક્તિ

No comments:

Post a Comment