ઓગષ્ટ-2015
મહત્વના બાળવિશ્વ ન્યૂઝ
સંકલન
- હરિ પટેલ (આચાર્ય)
દિલ્લીના
ઔરંગઝેબ માર્ગને ‘અબ્દુલ
કલામ માર્ગ’
નામ અપાયું
દિલ્લીમાં આવેલા ‘ઔરંગઝેબ માર્ગ’ ને આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ
કલામનું નામ આપવામાં આવેલ છે. હવેથી આ માર્ગ ‘ઔરંગઝેબ
માર્ગ’
ને બદલે ‘અબ્દુલ કલામ માર્ગ’ તરીકે ઓળખાશે.
ગુજરાતના
6 શહેરોને સ્માર્ટ સીટી બનાવાશે
કેન્દ્ર સરકારે તા- ૨૭/૦૮/૨૦૧૫ ને
ગુરૂવારના રોજ પ્રથમ તબક્કામાં સ્માર્ટ સીટી તરીકે વિકસાવવામાં આવનારાં 98 શહેરોની
યાદી જાહેર કરી છે.જેમાં ગુજરાતનાં 6 શહેરોનો સમાવેશ કરેલ છે.આ 6 શહેરોમાં
ગાંધીનગર,
અમદાવાદ,
સુરત,
રાજકોટ,
વડોદરા અને દાહોદનો સમાવેશ થયેલ છે.
ભારતના
સૌથી મોટા
સૈન્ય સંચાર ઉપગ્રહ જીસેટ-6 ને
સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતો મૂકાયો
સૈન્ય સંચાર ઉપગ્રહ જીસેટ-6 ને
સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતો મૂકાયો
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને
ટૂંકમાં ઇસરો કહે છે.આ ઇસરોએ તા-૨૭/૦૮/૨૦૧૫ ને ગુરૂવારના રોજ સાંજે 4.52 વાગ્યે આંધ્રપ્રદેશના
શ્રીહરિકોટામાં આવેલા ‘સતીષ
ધવન સ્પેસ સેન્ટર’
થી ભારતનો સૌથી મોટો 2,117
કિ.ગ્રા. વજનનો સૈન્ય સંચાર ઉપગ્રહ જીસેટ-૬ ને સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતો
મૂક્યો હતો.આ ઉપગ્રહ દ્વારા મળતી માહિતીનો ઉપયોગ સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવશે
No comments:
Post a Comment