'ઉખાણાં' એ બાળકોનો પ્રિય સાહિત્યપ્રકાર છે.બાળકોને ઉખાણાં કહેવામાં અને તેનો ઉકેલ લાવવામાં ખૂબ જ આનંદ આવતો હોય છે.ઉખાણાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપે છે.ઉખાણાંથી બાળકની બુદ્ધિક્ષમતા અને કલ્પનાશક્તિ વિકસે છે.આ વિભાગમાં ગુજરાતી ભાષામાં પ્રચલિત-અપ્રચલિત ઉખાણાં દર પંદર દિવસે મૂકવામાં આવશે.તમો પણ આ વિભાગ માટે ઉખાણાં મોકલી શકો છો.
બાળમિત્રો , ઉખાણાંઓનો ઉકેલ લાવવા તૈયાર છો ને ? તો મિત્રો પ્રથમ ઉખાણાંને ધ્યાનથી વાંચો અને તેનો ઉકેલ લાવવા તમારી કલ્પનાશક્તિને બરાબર કામે લગાડો અને તોયે ઉકેલ ન આવે તો પેજની નીચે આપેલા ઉત્તરો અવળી બાજુથી વાંચી જુઓ !
૧. દરમાં રહું પણ ઉંદર નહીં,
ઝાડે ચડું પણ વાંદર નહીં,
રંગ મારો કાળો,
કરડવાનો ચાળો.
૬. રાજા કરે રાજ ને દરજી સીવે કોટ.
ઉખાણાં

૨. લાંબો છે પણ નાગ નહીં,
કાળો છે પણ કાગ નહીં,
તેલ ચડે પણ હનુમાન નહીં,
ફૂલ ચડે પણ મહાદેવ નહીં.
૩. આવડી દડી, હીરે જડી.
દિવસે ખોવાણી, રાતે જડી.
૪. કાનોમાતર રહે આઘા,
રોજ ખાઓ તો રહો તાજા.
૫. એક જનાવર ઈતુ,
પૂછડે પાણી પીતું.
૬. રાજા કરે રાજ ને દરજી સીવે કોટ.
૭. ઢીંચણ જેટલી ગાય, નીરે એટલું ખાય.
ઉકેલ : ૧. ડોકોમ ૨. લોટચો ૩. રોતા
૪. નજરફસ ૫. વોદી ૬. ટકોજરા
૭. ટીઘં
No comments:
Post a Comment