Friday, August 21, 2015

હરિને ભજતાં હજુ કોઇની લાજ જાતાં...




હરિને ભજતાં હજુ કોઇની લાજ

                 જાતાં નથી જાણી રે,

જેની સુરતા શામળિયાની સાથ

                 વદે વેદ વાણી રે... હરિ.


વહાલે ઉગાર્યો પ્રહલાદ

                 હરણાકશ્યપ માર્યો રે...(2)

વિભિષણને આપ્યું રાજ

                 રાવણ સંહાર્યો રે... હરિ.

વહાલે નરસિંહ મહેતાને હાર

                 હાથોહાથ આપ્યો રે...(2)

ધ્રુવને આપ્યું અવિચળ સ્થાન

                 પોતાનો કહી સ્થાપ્યો રે... હરિ.

વહાલે મીરાં તે બાઇના ઝેર

                 હળાહળ પીદ્યાં રે...(2)

પાંચાળીનાં પૂર્યા ચીર         

                 પાંડવ કામ કીદ્યાં રે... હરિ.

આવો હરિ ભજવાનો લ્હાવો

                 ભજન કોઇ કરશે રે...(2)

કર જોડી કહે પ્રિતમદાસ       

                 ભક્તોનાં દુ:ખ હરશે રે... હરિ.





No comments:

Post a Comment