આ વિભાગમાં આપ સૌને પ્રેરણા મળે તેવા ઉત્તમ પ્રેરક પ્રસંગો મૂકવામાં આવશે.
૧. સાચી શ્રદ્ધા
એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ
વરસાદ ન પડ્યો.લોકો ત્રાસી ગયા.તેમણે ધર્મગુરૂની સલાહ લીધી કે હવે શું કરવું ?
ધર્મગુરૂએ સલાહ આપી: “ચાલો, આપણે સૌ પ્રાર્થના કરીએ”.
આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું.નાનાં-મોટાં,
સ્ત્રી-પુરૂષ સહુ આવ્યાં.એક નાની બાળકી પણ આવી.તે છત્રી લઇને આવી એટલે કોઇએ તેની
મશ્કરી કરી. “વરસાદનું ઠેકાણું નથી,અને જુઓ,આ છોકરી તો
છત્રી લાવી છે !” ધર્મગુરૂએ પણ પૂછ્યું: “ બેટા,
છત્રી કેમ લાવી છે ?” એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી: “ તમે જ શીખવો
છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ
એટલે વરસાદ તો આવશે જ ને ? તેથી ભીંજાઇ ન જવાય એટલે હું છત્રી
લાવી છું !” પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ, પણ આવી
પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા ?
No comments:
Post a Comment