આ વિભાગમાં શાળાઓમાં ગવાતી વિવિધ ધર્મોની પ્રાર્થનાઓ મૂકવામાં આવશે.
બુદ્ધિ આપો મા શારદા રે...(2)
૧. સરસ્વતી માતા નમીએ નમીએ
સરસ્વતી માતા નમીએ નમીએ,
શરણ તમારે રહીને ભણીએ...સરસ્વતી.
આ દુનિયાના અમે અજાણ્યા...(૨)
ના સમજણ,કંઇ સુખદુ:ખ
જાણ્યા...(૨)
(અમે) નાનાં છૈએ રે,મા, શું
કરીએ...(૨)
શરણ તમારે રહીને ભણીએ...સરસ્વતી.
વિદ્યા દઇ જીવન ઉજાળો,
ઉર હિંમત કાયરતા ટાળો...(૨)
વીણાધારી અરજ અમારી...(૨)
શરણ તમારે રહીને ભણીએ...સરસ્વતી.
સરસ્વતી માતા નમીએ નમીએ,
શરણ તમારે રહીને ભણીએ...
*****
૨. બુદ્ધિ આપો મા શારદા રે (પ્રાર્થના)
(રાગ: શંખલપુર સોહામણું રે)
-હરિભાઇ ડી. પટેલ “ નાશાદ”
નિત્ય કરું પ્રણામ મારી
શારદા...બુદ્ધિ૦
વિદ્યા મંદિર સોહામણું રે...(2)
ત્યાં છે તમારો
વાસ મારી શારદા...બુદ્ધિ૦
શ્વેત વસ્ત્રોમાં શોભતાં રે...(2)
હાથમાં વીણાનો તાર મારી
શારદા...બુદ્ધિ૦
બાળો આવે તારે આંગણે રે...(2)
દેજો વિદ્યાનાં દાન મારી શારદા...બુદ્ધિ૦
અભણ ને અંધ બેઉ સરખા રે...(2)
દૂર કરો એ
શ્રાપ મારી શારદા...બુદ્ધિ૦
કર જોડી ‘હરિ’ વિનવે રે...(2)
સહુના દીપાવો જીવનપંથ મારી
શારદા...બુદ્ધિ૦
No comments:
Post a Comment