(બાળગીત)
- હરિભાઇ ડી. પટેલ ‘નાશાદ’
સૂરજ છુપાયો
ડુંગરાની ઓથે,
નદીના નીરમાં
સંતાવું છે;
મારે ગીત મઝાનું ગાવું છે !
સામેની વાદળીમાં
સંધ્યા ખીલી,
સોનેરી રંગે રંગાવું
છે;
મારે ગીત મઝાનું ગાવું છે !
શાંતિ છવાઇ સકળ
સૃષ્ટિમાં,
લૈ’ સાજ સંગીત બજાવવું છે,
મારે ગીત મઝાનું ગાવું છે !
અરવ કિનારા: ઊભો હું
એકલો !
પડઘા પાડી સ્પંદન
જગાડવું છે;
મારે ગીત મઝાનું ગાવું છે !
No comments:
Post a Comment