Friday, April 29, 2016

સૂરજ

(બાળગીત)    

       - હરિભાઇ ડી. પટેલ નાશાદ


સવારે   વહેલો  ઊઠે  સૂરજ;

તારાઓનું એડ્રેસ પૂછે સૂરજ !

કાળા   ડાઘા   ભૂંસે   સૂરજ;

ઝાકળ-અક્ષર  લૂછે  સૂરજ !

આકાશ મારગ  ભમે સૂરજ;

વાદળાં સંગાથે રમે સૂરજ !

કિરણોનાં જાળાં ગૂંથે સૂરજ;

જળ દરિયાનાં ચૂસે સૂરજ !

ધરાને   વર્ષા   ધરે  સૂરજ;

સજીવોમાં શક્તિ ભરે સૂરજ !

જગને ઉપયોગી થાતો સૂરજ;

સાંજ પડે ક્યાં જાતો સૂરજ ?



No comments:

Post a Comment