Sunday, September 6, 2015

મુન્ની

(બાળગીત)

    - હરિભાઇ ડી. પટેલ નાશાદ



કોયલ   કાળી  કાળી  છે,

મુન્ની  બહુ   રૂપાળી  છે.

           મેઘ  આંજી   આંખો  છે,

           કીકીનો  રંગ  ઝાંખો  છે.

માથે   રેશમી  બાલ  છે

 ગોરા  ગોરા   ગાલ  છે.

            દૂધ  બોટલનું  પીએ છે,

            પણ.બાવો જોઇ બીએ છે !

પવન   ઠંડો  વાય  છે,

તુર્તજ  ઊંઘી  જાય  છે. 

            મુન્ની   કેવી  શાણી  છે

            આખ્ખા ઘરની વાણી છે !




No comments:

Post a Comment